India Exim Bank Deputy Manager ભરતી 2026 Last Date: 15/02/2026

India Exim Bank Deputy Manager Recruitment 2026

Export-Import Bank of India (India Exim Bank) દ્વારા Deputy Manager (Banking Operations) પોસ્ટ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક HRM/DM/2025-26/06 મુજબ કુલ 20 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

ભરતી સંસ્થાExport-Import Bank of India
પોસ્ટ નામDeputy Manager (Banking Operations)
પોસ્ટ લેવલDM-I
જાહેરાત ક્રમાંકHRM/DM/2025-26/06
કુલ જગ્યાઓ20
અરજી પ્રક્રિયાઓનલાઇન
પગાર ધોરણ₹48,480 – ₹85,920 + Allowances
ઓફિશિયલ વેબસાઈટeximbankindia.in

📅 મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઇન અરજી શરૂ: 26 જાન્યુઆરી 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 15 ફેબ્રુઆરી 2026
  • લખિત પરીક્ષા (ટેન્ટેટિવ): ફેબ્રુઆરી 2026

📊 કેટેગરી વાઇઝ જગ્યાઓ

  • UR: 10
  • SC: 03
  • ST: 01
  • OBC (NCL): 05
  • EWS: 01

🎓 શૈક્ષણિક લાયકાત

  • ન્યૂનતમ 3 વર્ષનું ફુલ-ટાઈમ Graduation
  • કમથી કમ 60% માર્ક્સ અથવા સમકક્ષ CGPA
  • નીચે મુજબનું Post Graduation / Professional Qualification (કોઈ એક):
  • MBA / PGDBA / PGDBM / MMS (Finance / International Business / Foreign Trade)
  • OR Chartered Accountant (CA) – ICAI સભ્યતા ફરજિયાત
  • Distance / Part-time / Open University માન્ય નહીં

💼 કામનો અનુભવ

  • ન્યૂનતમ 1 વર્ષનો post-qualification અનુભવ
  • બેંક / ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન / ટર્મ લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશનમાં અનુભવ ફરજિયાત

🎂 વય મર્યાદા (31/12/2025 મુજબ)

  • UR / EWS: 28 વર્ષ
  • OBC (NCL): 31 વર્ષ
  • SC / ST: 33 વર્ષ
  • PwBD (UR/EWS): 38 વર્ષ
  • PwBD (OBC): 41 વર્ષ
  • PwBD (SC/ST): 43 વર્ષ
  • ન્યૂનતમ વય: 21 વર્ષ

💳 અરજી ફી

  • General / OBC: ₹600/-
  • SC / ST / PwBD / EWS / તમામ મહિલા: ₹100/-
  • ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે (Non-refundable)

📝 પસંદગી પ્રક્રિયા

  • સ્ટેજ 1: લખિત પરીક્ષા (Subjective – 100 માર્ક્સ)
  • Financial Statement Analysis – 40 માર્ક્સ
  • Professional Knowledge – 60 માર્ક્સ
  • સ્ટેજ 2: પર્સનલ ઈન્ટરવ્યૂ
  • Final Merit: Written Test 70% + Interview 30%

📝 અરજી કરવાની પ્રક્રિયા

  1. India Exim Bank Careers પેજ પર જાઓ
  2. New Registration પર ક્લિક કરો
  3. Email ID અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો
  4. ફોર્મ ભરો અને દસ્તાવેજ અપલોડ કરો
  5. અરજી ફી ભરો
  6. ફાઈનલ ફોર્મ સબમિટ કરી ડાઉનલોડ કરો

🔗 મહત્વપૂર્ણ લિંક્સ

➤ Official Notification : Click Here
➤ Apply Online : Click Here
➤ Official Website : Click Here

સાત ફેરા સામૂહિક લગ્ન યોજના

સરકારી યોજના

Saat Phera Samuh Lagna

પાત્રતાના માપદંડ

  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા: રૂ. 6,00,000/-
  • લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 નવયુગલનો સમૂહલગ્ન આયોજિત હોવો જરૂરી
  • લાભ માત્ર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક રીતે પછાત વર્ગ (ગુજરાતના મૂળ વતની) માટે
  • કન્યાની વય: 18 વર્ષ, યુવકની વય: 21 વર્ષ

સહાયનું ધોરણ

  • નવયુગલ માટે: રૂ. 12,000/-
  • આયોજક સંસ્થા માટે: યુગલ દીઠ રૂ. 3,000/- (વધુમાં વધુ રૂ. 75,000/- સુધી)
  • સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજના માટે પણ પાત્રતા મળશે
  • સમૂહલગ્નમાં ભાગ લેનારા લાભાર્થી કન્યાઓ બંને યોજનાઓ (Saat Phera + Kunwar Bai Nu Mameru) હેઠળ લાભ મેળવવા માટે પાત્ર રહેશે જો તમામ શરતો પૂર્ણ કરે છે

રજુ કરવાના ડોક્યુમેન્ટ

  • આયોજક સંસ્થાનું નોંધણી પ્રમાણપત્ર
  • સંસ્થાના બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકની નકલ / રદ કરેલ ચેક
  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • કન્યાની બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક

ફોર્મ અને લિંક્સ

NEET/JEE/GUJCET માટે કોચિંગ સહાય યોજના

સરકારી યોજના

Student Assistance for Coaching Class For NEET/JEE/GUJCET

યોજનાનો હેતુ

ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ ધરાવનાર અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી તેમજ આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. 20,000/- સુધીની સહાય આપવામાં આવે છે. યોજનાનું શરૂ થયેલું વર્ષ: 2014-15

પાત્રતાના ધોરણ

  • મૂળ ગુજરાતના વતની હોવા
  • ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા
  • વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોવો
  • કુટુંબની વાર્ષિક આવક રૂ. 6,00,000/- કે તેથી ઓછી હોવી
  • અરજદારને ફક્ત ધોરણ-12માં એક જ વાર લાભ મળશે
  • તાલીમ દરમિયાન અન્ય નોકરી કરવી નહીં; જો થાય તો રકમ વસુલ કરવાની રહેશે
  • સંસ્થાએ ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ ધરાવવો જોઈએ અને GST/PAN નંબર હોવો જોઈએ
  • સંસ્થા મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, 1950, કંપની અધિનિયમ, 1956, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1948 હેઠળ નોંધણી થયેલી હોવી જોઈએ
  • સંસ્થા અન્ય સરકારી ધોરણોનું પાલન કરતી હોવી જોઈએ
  • તાલીમનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે

રજુ કરવાના ડોક્યુમેન્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈ એક)
  • એસ.એસ.સી. ની માર્કશીટ
  • ધોરણ-12 માં અભ્યાસનું બોનાફાઇડ પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • અભ્યાસ કરાવતી સંસ્થાનું નિયત પ્રમાણપત્ર

ફોર્મ ભરવા માટે

IIM/CEPT/NIFT/NLU/IELTS/TOEFL/GRE માટે કોચિંગ સહાય યોજના

સરકારી યોજના

Student Assistance for Coaching Class For IIM/CEPT/NIFT/NLU/IELTS/TOEFL/GRE

યોજનાનો હેતુ

નિફ્ટ, સેપ્ટ, એનએલયુમાં પ્રવેશ મેળવવા માંગતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને ધોરણ 10માં 65% કે તેથી વધુ ગુણ ધરાવેલ હોવા અને ધોરણ 12 (કોઈપણ પ્રવાહ)માં અભ્યાસ કરતા હોવા જોઈએ. IIMમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ ધોરણ 12માં 65% કે તેથી વધુ ગુણ ધરાવેલ હોવા જોઈએ અને સ્નાતક કક્ષાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઈએ અથવા સ્નાતક પૂર્ણ કરેલ હોય તો સ્નાતકમાં 60% કે તેથી વધુ ગુણ ધરાવેલ હોવા જોઈએ. વિદેશ અભ્યાસ (IELTS/TOEFL/GRE) માટે, ધોરણ 12માં 65% કે તેથી વધુ ગુણ ધરાવેલ હોવા જોઈએ. યોજનાનો લાભ વધુમાં વધુ રૂ. 20,000/- સુધી આપવામાં આવે છે.

યોજનાનું શરૂ થયેલું વર્ષ: 2014-15

પાત્રતાના ધોરણ

  • મૂળ ગુજરાતના વતની હોવા
  • ધોરણ 10/12 અને સ્નાતકના ગુણધોરણ મુજબ પાત્રતા
  • કુટુંબની વાર્ષિક આવક રૂ. 6,00,000/- અથવા તેથી ઓછી હોવી
  • અરજદારને ફક્ત એક જ વાર લાભ મળે છે
  • સંસ્થાએ ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ ધરાવવો અને GST/PAN નંબર હોવો જોઈએ
  • સંસ્થા મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, 1950, કંપની અધિનિયમ, 1956, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1948 હેઠળ નોંધણી થયેલી હોવી જોઈએ
  • સંસ્થા અન્ય સરકારી ધોરણોનું પાલન કરતી હોવી જોઈએ

રજુ કરવાના ડોક્યુમેન્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ / પેટા જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈ એક)
  • એસ.એસ.સી./એચ.એસ.સી./સ્નાતક અભ્યાસક્રમની માર્કશીટ
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • અભ્યાસ કરાવતી સંસ્થાનું પ્રમાણપત્ર
  • ફીની રસીદ (GST No. સહિત)

ફોર્મ ભરવા માટે

પંડિત દિનદયાલ આવાસ યોજના

સરકારી યોજના

પંડિત દિન દયાળ આવાસ યોજના (Pandit Din Dayal Aavas Yojana)

પાત્રતાના માપદંડ

આવક મર્યાદા રૂ. 6,00,000/- રાખવામાં આવેલ છે.

સહાયનું ધોરણ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના ઇસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે, માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રૂ. 1,70,000/- આપવામાં આવે છે.

મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ: 2 વર્ષ

રજુ કરવાના ડોક્યુમેન્ટ

  • જાતિ / પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી)
  • લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
  • આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ / વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/મકાન મળેલ હોય તો એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક (લાગુ પડતુ હોય તે)
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી / સિટી તલાટી કમ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા આપેલ પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ માટેની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો)
  • જમીનનો નકશો (ચતુર્દિશા દર્શાવતા, તલાટી-કમ-મંત્રિશ્રિની સહીવાળી)
  • બેંક પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારનો ફોટો

ફોર્મ કેવી રીતે ભરવું

માનવ ગરિમા યોજના

સરકારી યોજના

માનવ ગરીમા યોજના (Manav Garima Yojna)

પાત્રતાના માપદંડ

હાલમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. 6,00,000/- છે.

સહાયનું ધોરણ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેમની જાતિ અને પરિસ્થિતિ મુજબ જીવનમાં ગરિમાપૂર્ણ રીતે જીવવા અને નાના વ્યવસાયોમાં સ્વરોજગારી માટે માનવ ગરીમા યોજના અમલમાં છે.

માનવ ગરીમા યોજનામાં કુલ 28 વ્યવસાય (ટ્રેડ) માટે રૂ. 25,000/- સુધીની સાધન સહાય (ટૂલ કીટ્સ) વિના મૂલ્યે આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે: દરજી કામ, ફેરી, પંચર કીટ, બ્યુટી પાર્લર, દુધ-દહી વેચનાર, મોબાઇલ રીપેરીંગ વગેરે.

રજુ કરવાના જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / રેશન કાર્ડ)
  • જાતિ / પેટા જાતિનો દાખલો
  • તાલુકા વિકાસ અધિકારી / મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમનો પુરાવો (જોયેલ હોય તો)
  • બાંહેધરી પત્રક
  • અરજદારનો ફોટો

ફોર્મ કેવી રીતે ભરવું

વિદેશ અભ્યાસ માટે લોન યોજના

વિદેશ અભ્યાસ લોન યોજના (Loan For Foreign Study)

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) માટે

યોજનાનું સ્વરૂપ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ. 15.00 લાખ સુધીની લોન સહાય
લાયકાતના ધોરણો
  • ધોરણ 12 માં ઓછામાં ઓછા 60% ગુણ (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે 50%).
  • વિદેશમાં ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, પોષ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી. વગેરે અભ્યાસક્રમો માટે.
  • અભ્યાસ સમયગાળો ઓછામાં ઓછો 1 વર્ષ અથવા 2 સેમેસ્ટર હોવો જરૂરી.
  • વિદ્યાર્થી વિદેશ જવા પહેલાં અથવા વિદેશ ગયા પછી 6 માસની અંદર અરજી કરી શકે.
વ્યાજ દર વાર્ષિક 4% સાદુ વ્યાજ
આવક મર્યાદા કુટુંબની વાર્ષિક આવક રૂ. 10.00 લાખથી ઓછી

રજુ કરવાના જરૂરી આધાર

  • જાતિનો દાખલો
  • કુટુંબની આવકનો દાખલો / IT Return / Form-16
  • અભ્યાસની માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર
  • વિદેશ અભ્યાસનું Offer Letter / I-20 / Acceptance Letter
  • પાસપોર્ટ, વિઝા અને એર ટીકીટની નકલ
  • પિતા / વાલીની મિલકતના આધાર તથા વેલ્યુએશન રિપોર્ટ

જામીનદાર: એક સધ્ધર જામીનદાર ફરજિયાત.

મોર્ગેજ:
લોન મંજૂર થયા બાદ વિદ્યાર્થીના વાલીની અથવા જામીનદારની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત (Mortgage) કરાવવી પડશે.

લોન પરત ચુકવણી:
અભ્યાસ પૂર્ણ થયા પછી 1 વર્ષ બાદ હપ્તામાં ચુકવણી શરૂ થશે. મુદ્દલ રકમ 10 વર્ષમાં અને વ્યાજ 2 વર્ષમાં ભરપાઈ કરવાની રહેશે.


આર્થિક રીતે પછાત વર્ગ (EBC) માટે

લોન સહાય વિદેશ અભ્યાસ માટે મહત્તમ રૂ. 15.00 લાખ
લાયકાત
  • ધોરણ 12 માં ઓછામાં ઓછા 60% ગુણ.
  • ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, પોષ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી. અભ્યાસક્રમો માટે લોન.
  • વિદ્યાર્થી વિદેશ જવા પહેલા અથવા 6 માસની અંદર અરજી કરી શકે.
વ્યાજ દર વાર્ષિક 4% સાદુ વ્યાજ

ફોર્મ કેવી રીતે ભરવું

અરજદારે E-Samaj Kalyan Portal પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ કાઢી જરૂરી આધાર સાથે જિલ્લા કચેરીમાં બે નકલમાં જમા કરાવવાની રહેશે.

મહત્વની નોંધ

અધૂરી માહિતી અથવા સમયમર્યાદામાં પુર્તતા ન થાય તો અરજી આપોઆપ નામંજૂર થશે.